IPL 2024, 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. લગભગ તમામ ખેલાડીઓ હવે પોતપોતાની ટીમના કેમ્પમાં જોડાઈ ગયા છે. 18 માર્ચે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો.
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં જોડાયા બાદ હાર્દિક પંડ્યા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની બોલ્ડ એન્ટ્રી બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ હાર્દિક પંડ્યાની મજા લેવા લાગ્યા.
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા નહીં પણ હાર્દિક પંડ્યા છે. જ્યારથી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર હાર્દિકની સતત કોઈને કોઈ રીતે મજાક ઉડાવવામાં આવી રહી છે. ચાહકો લાંબા સમયથી રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં સામેલ થવાની રાહ જોઈ રહ્યા હતા. જે હવે સમાપ્ત થઈ ગયું છે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં એન્ટ્રી કરતાની સાથે જ ચાહકોએ હાર્દિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર રોહિત શર્માના મુંબઇ ઇન્ડિયન્સ કેપમાં જોડાવા અંગેનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
This entry of Rohit Sharma is bigger than entire career of Hardik pandya.👽🫥
RIP HARDIK PANDYA pic.twitter.com/YMKXEAGI6x
— Anita_Tatu (@Anita_tatu) March 19, 2024
વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાએ 18 માર્ચે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પત્રકાર પરિષદમાં હાર્દિક સાથે ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર પણ હાજર હતા. જ્યારે હાર્દિકને રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવી લેવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે તેના પર મૌન સેવ્યું હતું.
𝗪𝗢𝗛 𝗔𝗔 𝗚𝗔𝗬𝗔… 𝗥𝗢 𝗔𝗔 𝗚𝗔𝗬𝗔! 🔥#OneFamily #MumbaiIndians @ImRo45 pic.twitter.com/TId1LOUgnr
— Mumbai Indians (@mipaltan) March 18, 2024
If you are silent even after watching this video then sorry you cant be a Rohit fan 🙂🫥💔
RIP HARDIK PANDYA🏌️ pic.twitter.com/zkCzFWRfd6
— Appu 😎 (@AppuRj18) March 19, 2024