ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પેટ કમિન્સને IPLમાં મોટી જવાબદારી મળી શકે છે. અહેવાલો અનુસાર, સનરાઇઝર્સ હૈદરાબાદ એઇડન માર્કરમની જગ્યાએ પેટ કમિન્સને ટીમની કમાન સોંપી શકે છે.
આઈપીએલ 2024ની હરાજીમાં પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ક્રિકબઝના અહેવાલ મુજબ, કમિન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમને સફળતા અપાવી છે. ઓસ્ટ્રેલિયન કોચ ડેનિયલ વેટોરી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ છે, જેના કારણે કમિન્સના કેપ્ટન બનવાની શક્યતા વધી ગઈ છે.
એઇડન માર્કરામે છેલ્લી બે આઇપીએલ સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું પરંતુ ટીમને સફળતા મળી ન હતી, જો કે, SA20 ની પ્રથમ બે સીઝન દરમિયાન, ફ્રેન્ચાઇઝીની પેટાકંપની સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપમાં માર્કરામની કપ્તાનીએ પ્રભાવિત કર્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કમિન્સની સિદ્ધિઓ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ કપ 2023માં વિજયે બધાને પ્રભાવિત કર્યા હતા, તેથી કમિન્સનો દાવો મજબૂત જણાય છે.
જોકે, પેટ કમિન્સે અત્યાર સુધી આઈપીએલમાં વધુ પ્રભાવ પાડ્યો નથી. તેના નામે 42 IPL મેચોમાં 379 રન અને 45 વિકેટ છે. આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે.
પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2024ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સ માટે રૂ. 20.50 કરોડની બોલી લગાવી હતી. મિશેલ સ્ટાર્ક આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે, કોલકાતા નાઈટ રાઈડર્સએ આઈપીએલ 2024ની હરાજીમાં જ સ્ટોર્ક માટે 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
Pat Cummins likely to be announced as the new SRH captain. (Cricbuzz). pic.twitter.com/2PLuqksQKY
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2024