વિશ્વના નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી અને તે વધુ કેટલીક IPL મેચો રમી શકશે નહીં. નેશનલ ક્રિકેટ એકેડમી તેની પ્રગતિ પર નજર રાખી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર વર્તમાન સિઝનમાં અત્યાર સુધી કોઈ મેચ રમી શક્યા નથી અને તેની ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મીડિયા રેપોર્ટ્સના આધારે, ‘સૂર્યકુમાર ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પુનરાગમન કરશે. જો કે, પ્રથમ બે મેચમાં ન રમ્યા બાદ તેણે વધુ કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમારની ખોટ છે પરંતુ બીસીસીઆઈ આ આક્રમક બેટ્સમેનની ફિટનેસ પર કોઈ જોખમ લેવા માંગતી નથી કારણ કે તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.
33 વર્ષીય સૂર્યકુમારની તુલના ઘણી વખત દક્ષિણ આફ્રિકાના નિવૃત્ત બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવે છે કારણ કે તે મેદાનની આસપાસ શોટ રમવાની ક્ષમતા ધરાવે છે.