વિરાટ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરૂઆતથી જ મજબૂત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. 29 માર્ચે તેણે KKR સામે 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા.
આ ઈનિંગ પછી પણ ટીમ હારી ગઈ. આરસીબીએ 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા, જવાબમાં કેકેઆરએ 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ RCB માટે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. હવે તે આ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેની આઈપીએલ કારકિર્દીની 36મી ફિફ્ટી ફટકારી હતી. આ ઇનિંગમાં 4 સિક્સર હતી. હવે કોહલીનું નામ RCB માટે 241 થઈ ગયું છે. તેણે પોતાની 240મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. IPLમાં RCB માટે સૌથી વધુ સિક્સર મારવાના મામલે વિરાટે એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને પાછળ છોડી દીધા છે. આ લીગમાં એકંદરે સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ક્રિસ ગેલ ટોચ પર છે, જેણે 142 મેચમાં 357 સિક્સર ફટકારી છે.
કિંગ કોહલી પહેલા RCB માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો જેણે 239 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાન પર એબી ડી વિલિયર્સ છે જેણે 238 છગ્ગા ફટકાર્યા છે.
વિરાટ કોહલી IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ લીગમાં 7000થી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી તેણે 240 મેચમાં 7 સદીની મદદથી 7400થી વધુ રન બનાવ્યા છે. કોહલીનો હાઈ સ્કોર 113 રન છે.
Virat Kohli now has the most sixes for RCB in the IPL 🙌 #KingKohli #IPL2024 #BabarAzam𓃵 pic.twitter.com/hWroqhfQSd
— Zaryab Shoukat (@zaryabshoukat9) March 30, 2024