વિરાટ કોહલી વર્ષ 2008થી એટલે કે પ્રથમ સિઝનથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો એક ભાગ છે. અને ત્યારથી અત્યાર સુધી તે માત્ર એક ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમી રહ્યો છે.
હવે આ સ્ટાર ખેલાડીએ શપથ લીધા છે કે તે ક્યારેય અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી માટે નહીં રમે. કોહલીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ વર્ષે આરસીબી આઈપીએલના ખિતાબના દુકાળને ખતમ કરી દેશે. જમણા હાથના બેટ્સમેને એમ પણ કહ્યું કે ફ્રેન્ચાઈઝીના વફાદાર ચાહકો તેમની ટીમને ટ્રોફી ઉપાડતી જોવા માટે લાયક છે.
RCBની ટીમ ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. પરંતુ તેઓ હજુ સુધી ચેમ્પિયન બની શક્યા નથી. 2016થી તે ટીમ ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. ત્યારબાદ તેને સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
આરસીબી અનબોક્સ ઇવેન્ટ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે IPL ટ્રોફી જીતવી એક સપનું છે. બધા જાણે છે કે હું હંમેશા અહીં રહીશ. હું એ ટીમનો ભાગ બનવાનો પ્રયત્ન કરીશ જે પ્રથમ વખત IPL ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. હું ચાહકો અને ફ્રેન્ચાઈઝી માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છું છું. આ ઘણા વર્ષોથી મારું સપનું છે. હું અનુભવવા માંગુ છું કે IPL જીતીને કેવું લાગે છે.

