IPL

જો હૈદરાબાદ-રાજસ્થાન મેચ વરસાદને કારણે રદ થાય છે, તો કઈ ટીમ ફાઈનલ રમશે?

Pic - crictracker

IPL 2024 ની બીજી ક્વોલિફાયર મેચમાં, શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (SRH VS RR ક્વોલિફાયર 2) ની ટીમ એકબીજા સામે ટકરાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

આ મેચની વિજેતા ટીમ 26મી મેના રોજ ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે, જ્યારે હારેલી ટીમની સફર સમાપ્ત થઈ જશે. જો કે આ મેચમાં વરસાદની સંભાવનાએ ચાહકોનું ટેન્શન વધારી દીધું છે. ચાહકોના મનમાં એવો પણ સવાલ છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો કઈ ટીમ ફાઈનલ રમશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે ચેન્નાઈમાં આકાશ વાદળછાયું રહેશે. અંદાજિત વરસાદ માત્ર 10-15 ટકા છે, જો કે વાદળછાયું રહેશે તો વરસાદની શક્યતા વધી શકે છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ચાહકોનું ટેન્શન વધી શકે છે.

IPL 2024ની બીજી ક્વોલિફાયર મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચમાં વરસાદ થશે તો આ મેચ શુક્રવારના બદલે શનિવારે રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે છે અને મેચ રમાય નથી, તો આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે, એટલે કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ફાઈનલમાં પહોંચી જશે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 17-17 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદ રાજસ્થાન કરતા આગળ છે.

Exit mobile version