આઈપીએલ 2025 શનિવાર, 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, તે પહેલાં દિલ્હી કેપિટલ્સ કેમ્પને લગતા એક ખરાબ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વાસ્તવમાં, ડીસીએ મેગા ઓક્શનમાં ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેણે આ ટુર્નામેન્ટ રમવાનો ઇનકાર કરી દીધો છે. એવામાં દિલ્લી આ 3 ખેલાડીઓના જેમને કેપિટલ્સની ટીમ હવે હેરી બ્રુકના સ્થાને પોતાની ટીમનો ભાગ બનાવી શકે છે.
૧) ડેવોલ્ડ બ્રેવિસ:
હેરી બ્રુક એક યુવાન અને આક્રમક બેટ્સમેન છે અને જો દિલ્હી કેપિટલ્સ તેના માટે તેના જેવા જ વિકલ્પ શોધી રહી છે, તો દક્ષિણ આફ્રિકાના ‘બેબી એબી’ ડેવાલ્ડ બ્રેવિસ એક સારી પસંદગી હોઈ શકે છે. આઈપીએલ મેગા ઓક્શનમાં બેબી એબી ૭૫ લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર અનસોલ્ડ રહ્યો. તમને જણાવી દઈએ કે આ 21 વર્ષીય યુવા ખેલાડીને દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાવિ સ્ટાર માનવામાં આવે છે.
૨) કેન વિલિયમસન:
અમે અમારી યાદીમાં ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેન કેન વિલિયમસનને પણ સ્થાન આપ્યું છે. ડેવિડ વોર્નરની જેમ, કેન વિલિયમસનને પણ મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો ન હતો, પરંતુ હવે દિલ્હી કેપિટલ્સ તેના નામમાં રસ દાખવી શકે છે. તમને જણાવી દઈએ કે કેન પાસે 79 IPL મેચનો અનુભવ છે જેમાં તેણે 35.47 ની સરેરાશ અને 125.62 ના સ્ટ્રાઇક રેટથી 2128 રન બનાવ્યા છે.
૩) ડેવિડ વોર્નર:
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર અમારી યાદીમાં પ્રથમ ક્રમે છે. આ 38 વર્ષીય અનુભવી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે તે ફક્ત ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. નોંધનીય છે કે ડેવિડ વોર્નર આ પહેલા પણ દિલ્હી કેપિટલ્સનો ભાગ રહી ચૂક્યો છે અને તેણે આ ટુર્નામેન્ટમાં ૧૮૪ મેચ રમી છે અને ૪૦.૫૨ ની સરેરાશ અને ૧૪૦ ની આસપાસના સ્ટ્રાઇક રેટથી ૬૫૬૫ રન બનાવ્યા છે.