IPL

મુંબઈના ખેલાડીઓએ જામનગરમાં કરી મસ્તી, જુઓ હાર્દિક-રોહિતનો મિલન

Pic- India Today

IPL 2024 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ થોડા દિવસો માટે બ્રેક પર છે. ગુજરાતના જામનગરમાં ખેલાડીઓની મસ્તી કરતી તસવીરો સામે આવી છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

ચાલુ સિઝનમાં 17 મેચો બાદ મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેનું ખાતું પણ ખોલવામાં આવ્યું નથી. પાંચ વખતનો ચેમ્પિયન પૂર્વ નિર્ધારિત પાંચ દિવસના વિરામ પર છે. આ દરમિયાન ટીમ જામનગરમાં સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ એક્વા એક્ટિવિટીઝમાં વ્યસ્ત અને ફ્રેન્ચાઈઝી દ્વારા આયોજિત ડિનર પાર્ટી દરમિયાન સંગીત અને ડાન્સનો આનંદ લેતા જોઈ શકાય છે.

Exit mobile version