IPLમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે. તે રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. જ્યારે પંડ્યાને મુંબઈથી ગુજરાત લઈ જવામાં આવ્યો ત્યારે પણ હાર્દિકની ટીમમાં શું ભૂમિકા હશે તેવા સવાલો ઉઠી રહ્યા હતા.
હવે મુંબઈ ઈન્ડિયન્સે પોતે ટ્વીટ કરીને આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ટીમે માહિતી આપી હતી કે હવેથી માત્ર હાર્દિક પંડ્યા જ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરશે. ટીમે હાર્દિકને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી છે.
રોહિત શર્માએ લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળી છે. તેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. હવે ટીમે રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. બીજી વખત હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં જગ્યા બનાવી છે.
મુંબઈએ સત્તાવાર વેબસાઈટ પર પોતાનો નિર્ણય જણાવતા રોહિત શર્મા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ટીમે લખ્યું કે રોહિત શર્મા આઈપીએલ ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ પાંચ ટાઇટલ જીતી ચૂકી છે. ટીમ હંમેશા તેમની આભારી રહેશે. તેણે 2013થી મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી હતી.
To new beginnings. Good luck, #CaptainPandya 💙 pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
