IPL 2024નો ઉત્સાહ ચરમસીમાએ છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં એક તરફ બોલરોએ પોતાનું જોર બતાવ્યું તો બીજી તરફ બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની શરૂઆતની બંને મેચ જીતી છે.
સિઝનની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવ્યું હતું. SRH એ લીગના ઇતિહાસમાં સૌથી વધુ કુલ (277) બનાવ્યા. આ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસને 34 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના આધારે તેણે ઓરેન્જ કેપ પર કબ્જો કર્યો હતો.
હેનરિક ક્લાસેન ઉપરાંત વિરાટ કોહલી, અભિષેક શર્મા, તિલક વર્મા અને સેમ કુરાન 8 મેચ બાદ પર્પલ કેપની રેસમાં છે. ક્લાસને 2 મેચમાં 143 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ પણ 2 મેચમાં 98 રન બનાવ્યા છે.
IPL 2024માં સૌથી વધુ રન:
હેનરિક ક્લાસેન- 2 મેચમાં 143 રન
વિરાટ કોહલી- 2 મેચમાં 98 રન
અભિષેક શર્મા- 2 મેચમાં 95 રન
તિલક વર્મા- 2 મેચમાં 89 રન
HENRICH KLASSEN – ORANGE CAP HOLDER IN IPL 2024. 👏 pic.twitter.com/megv6aGkST
— Johns. (@CricCrazyJohns) March 27, 2024
પર્પલ કેપની રેસમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર બોલર મુસ્તાફિઝુર રહેમાન છે, જેણે 2 મેચમાં 6 વિકેટ લીધી છે. બીજા સ્થાને પંજાબ કિંગ્સના હરપ્રીત બ્રાર છે, જેણે 2 મેચમાં વિકેટ લીધી હતી.
IPL 2024માં સૌથી વધુ વિકેટ:
મુસ્તાફિઝુર રહેમાન – 2 મેચમાં 6 વિકેટ
હરપ્રીત બ્રાર- 2 મેચમાં 3 વિકેટ
જસપ્રીત બુમરાહ- 2 મેચમાં 3 વિકેટ
કાગીસો રબાડા – 2 મેચમાં 3 વિકેટ
Mustafizur Rahman holds the Purple Cap!@IPL #MustafizurRahman #TATAIPL #IPL2024 #PurpleCap pic.twitter.com/FltSABoLT1
— the_cricket_web (@the_cricket_web) March 28, 2024