IPL 2024માં 3 મેચ રમ્યા બાદ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સને એક પણ જીત મળી નથી. કેપ્ટન તરીકે ગુજરાત ટાઇટન્સ માટે ખિતાબ જીતનાર હાર્દિક પંડ્યા મુંબઈના કેપ્ટન તરીકે એક પણ મેચ જીતી શક્યો નથી.
જે બાદ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ટીમ આગામી કેટલીક મેચોમાં આવું પ્રદર્શન કરશે તો તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટન્સી છોડી શકે છે. તેવી શક્યતા ચાહકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
IPL 2024ની હરાજી પહેલા 15 ડિસેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. જે બાદ પ્રશંસકો ટીમ મેનેજમેન્ટ અને હાર્દિકથી ખૂબ નારાજ થયા હતા અને IPL 2024 શરૂ થયા બાદ પણ તેની ટીકા કરી રહ્યા છે.
હાર્દિક પંડ્યાને લઈને ચાહકો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે સતત નિષ્ફળતાને કારણે તે IPL 2024ની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છોડી શકે છે. જો આમ થાય છે તો હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમની કપ્તાની રોહિત શર્માને નહીં પરંતુ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આપવામાં આવી શકે છે. તેવી શક્યતાઓ કેટલાક ચાહકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાહકોનું માનવું છે કે ભારતીય ફાસ્ટ બોલર એક ઉત્તમ કેપ્ટન સાબિત થઈ શકે છે.
ચાહકોનું માનવું છે કે IPL 2024ની સીઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છોડી શકે છે, આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ ટીમનો નવો કેપ્ટન બની શકે છે. જો આપણે જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપની વાત કરીએ તો તેણે હજુ સુધી IPLની કેપ્ટનશિપ નથી કરી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે.