ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડે બુધવારે (1 મે) ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) સામે રમાયેલી IPL 2024 મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ગાયકવાડે 48 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી.
આ અડધી સદીની ઇનિંગ્સ સાથે ગાયકવાડ IPLમાં ચેન્નાઈ માટે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો, જેણે IPL 2013માં 16 ઇનિંગ્સમાં 41.90ની એવરેજથી 461 રન બનાવ્યા હતા.
આ સિઝનમાં ચેન્નાઈની કપ્તાની સંભાળનાર ગાયકવાડે અત્યાર સુધી 10 મેચમાં 63.63ની એવરેજથી 509 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ચાર અડધી સદી સામેલ છે. તે ચેન્નાઈનો પહેલો કેપ્ટન બની ગયો છે જેણે એક સિઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા હોય.
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં ગાયકવાડ સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી (500)ને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
Ruturaj Gaikwad today:
– Completed 500 runs in this IPL.
– Orange Cap Holder in this IPL.
– Most runs by CSK Captain in a season.
– First CSK Captain score 500+ runs in a season.
– First player 3 50+ score in this IPL.
– 3rd 500+ runs in a IPL season.– THE RAJA OF CSK. ⭐ pic.twitter.com/NKbWNCfRS9
— Tanuj Singh (@ImTanujSingh) May 1, 2024