વિશ્વની સૌથી મોટી લીગ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી આવૃત્તિ માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન એક ટીમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે ટીમ આ વખતે પોતાના કોચને બદલી શકે છે.
આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPL ટીમ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગને પોતાનો નવો કોચ બનાવી શકે છે. આ સિવાય અન્ય ભારતીય દિગ્ગજ ખેલાડીઓ વિશે પણ કહેવામાં આવી રહ્યું છે કે ટીમ તેમને પોતાનો કોચ બનાવી શકે છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પોતાની શાનદાર બેટિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. પૂર્વ ભારતીય દિગ્ગજ વિશે એવી અટકળો ચાલી રહી છે કે IPL ટીમ પંજાબ કિંગ્સ ફરી એકવાર તેને પોતાની ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ કરી શકે છે અને IPL 2025 પહેલા તેને ટીમનો મુખ્ય કોચ બનાવી શકે છે.
હાલમાં ટ્રેવર બેલિસ પંજાબના કોચ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી એડિશન પહેલા તેમને મુખ્ય કોચ પદ પરથી હટાવવામાં આવી શકે છે, આ દરમિયાન ચર્ચા છે કે પંજાબ આ વખતે ભારતીય કોચને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. જેમાં વીરેન્દ્ર સેહવાગનું નામ મોખરે આવી રહ્યું છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના આંકડાઓ પર નજર કરીએ તો IPLમાં પણ તેના આંકડા શાનદાર રહ્યા છે. 104 IPL મેચોમાં 104 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 27.56ની એવરેજથી 2728 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગે 16 અડધી સદી અને 2 સદી ફટકારી છે. તેની 122 રનની ઈનિંગ આઈપીએલમાં તેની સૌથી મોટી ઈનિંગ રહી છે.
જો આપણે વીરેન્દ્ર સેહવાગની વાત કરીએ તો તે પહેલા પણ પંજાબ કિંગ્સની ટીમનો ભાગ રહી ચૂક્યો છે, તે ટીમમાં બેટ્સમેન તરીકે રમ્યો છે અને ટીમનો મેન્ટર પણ રહ્યો છે.
