IPL

IPL: ધોની પોલીસ યુનિફોર્મમાં, હાથમાં પિસ્તોલ સાથેની તસવીર થઈ વાયરલ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ભારતીય ટીમના દિગ્ગજ એમએસ ધોનીની ફેન ફોલોઈંગમાં ઘટાડો થયો નથી. ચાહકો પોતાના મનપસંદ ખેલાડીની એક ઝલક જોવા માટે તમામ હદો પાર કરવા તૈયાર છે.

ટીમ ઈન્ડિયાના સફળ કેપ્ટનોમાંના એક એમએસ ધોની આગામી આઈપીએલ સીઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે અને તેણે તેના માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ક્રિકેટથી દૂર, મેદાનની બહાર પણ તે ઘણી જાહેરાતો માટે શૂટિંગ કરતો જોવા મળે છે, પરંતુ આ વખતે તેનો ગેટઅપ જોઈને ચાહકો ચોંકી ગયા છે. ધોની એક શૂટ દરમિયાન પોલીસ ઓફિસર તરીકે દેખાયો હતો, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આઈપીએલ 2023ની તૈયારીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અનેક ટીવી જાહેરાતોનું શૂટિંગ પણ કરી રહ્યો છે. આ દરમિયાન તેનો પોલીસ વર્દી પહેરેલો એક લુક સામે આવ્યો છે. એમએસ ધોની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. ધોની, જે ભારતીય પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક ધરાવે છે, તેણે તાજેતરમાં તેની નવી જાહેરાતમાં એક કોપની ભૂમિકા ભજવી હતી.

ધોની તાજેતરમાં ભારતીય ટીમને મળવા માટે રાંચીના સ્ટેડિયમ પહોંચ્યો હતો, જ્યાં તેણે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો સાથે સમય વિતાવ્યો હતો. તે IPL 2023ની આગામી સિઝનમાં એક્શનમાં જોવા મળશે. સુકાની તરીકે આઈપીએલમાં આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે.

Exit mobile version