IPL

IPL: મુંબઈ સામે જોરદાર જીત બાદ શ્રેયસ અય્યરે કહ્યું, ‘અમારી વ્યૂહરચના સફળ રહી’

IPL 2022ની 56મી મેચમાં સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 52 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

મેચ બાદ અય્યરે કહ્યું, ‘અમે છેલ્લી મેચમાં મોટા અંતરથી હાર્યા હતા. તેથી વાપસી કરીને જંગી માર્જિનથી મેચ જીત્યાનો સંતોષ મેળવ્યો. પાવરપ્લેમાં અમે સારી શરૂઆત કરી. નીતિશ રાણાએ જે રીતે પોલાર્ડના બોલમાં છગ્ગા ફટકાર્યા તે લાજવાબ હતું. પરંતુ મને લાગ્યું કે નવા બેટ્સમેનના આવતાની સાથે જ રન બનાવવા મુશ્કેલ છે.

મુંબઈ ઈન્ડિયન્સને ઓછા સ્કોર પર આઉટ કરવા વિશે વાત કરતાં શ્રેયસ અય્યરે કહ્યું, “જ્યારે અમે બોલિંગ કરવા આવ્યા ત્યારે અમારી રણનીતિ એવી હતી કે વહેલી વિકેટ લેવાથી મુંબઈ ઈન્ડિયન્સ પર દબાણ આવશે. અમારી વ્યૂહરચના સફળ રહી અને મુંબઈ ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું. KKRએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પોતાના પ્લેઈંગ 11માં 5 ફેરફાર કર્યા હતા. શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે જે ખેલાડીઓ નથી રમી રહ્યા તેમને કહેવું ખૂબ મુશ્કેલ હતું.

અય્યરે કહ્યું, ‘તે ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે મેં આઈપીએલ રમવાનું શરૂ કર્યું ત્યારે હું એક વખત આવી સ્થિતિમાં આવી ચૂક્યો છું. અમે કોચ સાથે વાત કરી. ટીમ સિલેક્શનમાં સીઈઓ પણ સામેલ હતા. બ્રેન્ડન મેક્કુલમે ખેલાડીઓ સાથે વાત કરી અને કહ્યું કે તમે નથી રમી રહ્યા. બધાએ આ નિર્ણયનું સન્માન કર્યું. જે રીતે દરેક જણ મેદાન પર આવ્યા, જે રીતે પ્લેઈંગ 11ના તમામ ખેલાડીઓએ પોતાની તાકાત બતાવી, તમે એક કેપ્ટન તરીકે ગર્વ અનુભવો છો. મને અમારી જીત પર ગર્વ છે. તે એકતરફી જીત હતી.

અય્યરે વધુમાં કહ્યું, ‘તમામ ખેલાડીઓ મેચ જીતવા માટે ઉત્સાહથી ભરેલા હતા’. છેલ્લી મેચો અમારા માટે સારી ન હતી. જ્યારે તમે હારી જાઓ છો, ત્યારે આ બધું તમારા મગજમાં ચાલે છે. હું સંતુષ્ટ નહોતો, પરંતુ અન્ય મેચોમાં મજબૂત વાપસી કરવા માટે સમાન ગતિ જાળવી રાખવા માંગુ છું.

Exit mobile version