ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે 41 વર્ષનો થઈ ગયો હોય, પરંતુ તેના માટે ચાહકોના પ્રેમમાં કોઈ કમી નથી. બુધવારે રાત્રે જ્યારે ધોની રાજસ્થાન રોયલ્સ સામે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે IPL 2023ના તમામ દર્શકોના રેકોર્ડ તુટી ગયા હતા.
લગભગ 22 મિલિયન ફેન્સે ધોનીની બેટિંગનો ઓનલાઈન આનંદ લીધો હતો. આ સાથે, CSK vs RR મેચ IPL 2023 માં સૌથી વધુ જોવાયેલી મેચ બની ગઈ. અગાઉ આ રેકોર્ડ આરસીબી વિ એલએસજી મેચ દરમિયાન બન્યો હતો જ્યારે 1.8 કરોડ ચાહકોએ તેને ઓનલાઈન જોયો હતો.
જો તમે IPL 2023ની ટોચની 5 સૌથી વધુ વ્યુઅરશિપ મેચો પર નજર નાખો, તો ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ત્રણ મેચ છે. આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય મેચો દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સૌથી વધુ વ્યુઅરશિપ નોંધાઈ હતી.
IPLની સૌથી વધુ દર્શકોની મેચ:
CSK vs RR – 2.2 કરોડ
RCB vs LSG – 1.8 કરોડ
MI vs DC – 1.7 કરોડ
CSK vs LSG – 1.7
CSK vs GT – 1.6 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોસ બટલરની અડધી સદીના આધારે આરઆરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 175 રન બનાવી શકી હતી. આ સ્કોર સામે ચેન્નાઈ 20 ઓવરમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી.