IPL

IPLએ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા દિવસે 16 કરોડથી વધુ દર્શકોએ મેચ જોઈ

Pic- Times of Sports

IPLની 17મી સિઝનના પહેલા દિવસે ઓપનિંગ સેરેમની અને મેચને રેકોર્ડ 16 કરોડ 80 લાખ દર્શકોએ નિહાળી હતી. હોસ્ટ બ્રોડકાસ્ટરે આ જાણકારી આપી. ઈન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર પ્રસારણકર્તા ડિઝની સ્ટારે કહ્યું કે પ્રથમ દિવસની રમત જોવાનો સમય 1276 કરોડ મિનિટનો હતો, જે કોઈપણ સિઝનમાં પ્રથમ દિવસનો રેકોર્ડ છે.

IPLની 17મી સિઝનના પ્રથમ દિવસે છ કરોડથી વધુ દર્શકોએ ડિઝની સ્ટાર નેટવર્ક પર ટેલિકાસ્ટ જોયું. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. સ્ટાર સ્પોર્ટ્સના પ્રવક્તાએ કહ્યું, ‘આ એક મહાન સિદ્ધિ છે જે સ્ટાર સ્પોર્ટ્સના દર્શકોના પ્રેમને કારણે શક્ય બની છે. અમે અમારા તમામ ભાગીદારો અને BCCI સાથે ટાટા IPLનો આભાર માનીએ છીએ.

Exit mobile version