IPL

IPL: ચેન્નાઈ આ 3 ખેલાડી માંથી એક મુસ્તફિઝુર રહેમાનનું સ્થાન લઈ શકે છે

pic- mykhel

બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL રમી રહ્યો છે, પરંતુ તે 1 મે સુધી જ સુપર કિંગ્સ માટે ઉપલબ્ધ રહેશે અને બુધવારે (1 મે) ના રોજ રમાનારી મેચ બાદ તે સ્વદેશ પરત ફરશે. આવી સ્થિતિમાં CSKને તેનો રિપ્લેસમેન્ટ શોધવો પડશે. આ જ કારણ છે કે આજે અમે તમને તે ત્રણ ખેલાડીઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ જે મુસ્તફિઝુર રહેમાનના સ્થાને સુપર કિંગ્સનો હિસ્સો બની શકે છે.

જોશ હેઝલવુડ:

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ IPL 2024ની હરાજીમાં વેચાયા વગરના રહ્યા, પરંતુ હવે તે મુસ્તફિઝુરના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાઈ શકે છે. હેઝલવુડ વર્ષ 2020 અને 2021માં પણ CSKનો ભાગ હતો. આ ફાસ્ટ બોલરે અત્યાર સુધીમાં 100 T20 મેચ રમી છે જેમાં તેણે 130 વિકેટ ઝડપી છે. હેઝલવુડ શરૂઆતની ઓવરો ફેંકીને સુપર કિંગ્સ માટે સફળતા અપાવી શકે છે. આવી સ્થિતિમાં સુપર કિંગ્સ તેને મુસ્તફિઝુરના સ્થાને સામેલ કરી શકે છે.

જેસન હોલ્ડર:

32 વર્ષીય જેસન હોલ્ડર પણ અમારી યાદીમાં સામેલ છે. હોલ્ડર બેટિંગ અને બોલિંગ બંને સાથે પોતાની ટીમ માટે યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલમાં રમ્યો છે. T20 ફોર્મેટમાં હોલ્ડરના નામે 244 વિકેટ છે, તેથી CSK તેને પોતાની ટીમનો ભાગ બનાવી શકે છે.

સીન એબોટ:

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સીન એબોટ પણ મુસ્તફિઝુરનું રિપ્લેસમેન્ટ બની શકે છે. તે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ રહી ચૂક્યો છે. એબોટે 160 ટી20 મેચ રમી છે અને 202 વિકેટ લીધી છે. ઝડપી ફોર્મેટમાં, તેણે 7 વખત 4 વિકેટ અને એક વખત 5 વિકેટ ઝડપી છે, તેથી મુસ્તફિઝુર ઘરે પરત ફર્યા પછી તે CSKની પસંદગી પણ બની શકે છે.

Exit mobile version