દિલ્હી કેપિટલ્સે ઈજાગ્રસ્ત કમલેશ નાગરકોટીના સ્થાને ઉત્તર પ્રદેશના બેટ્સમેન પ્રિયમ ગર્ગને બાકીની ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ટીમમાં સામેલ કર્યો હતો. આઈપીએલની એક રીલીઝ મુજબ, ફાસ્ટ બોલર નાગરકોટી તેના પેલ્વિસમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે ટુર્નામેન્ટની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે.
દિલ્હીની ટીમે ગર્ગને તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં સામેલ કર્યો છે. આ આક્રમક બેટ્સમેન સૌપ્રથમ 2020માં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો હતો અને તેણે ત્રણ સીઝનમાં સનરાઈઝર્સ માટે 21 આઈપીએલ મેચ રમી છે.
તાજેતરના વર્ષોમાં અસરકારક પ્રદર્શન ન કરવા છતાં, દિલ્હીને ગર્ગને ટીમમાં સામેલ કરવાની ફરજ પડી હતી કારણ કે તેની પાસે ઘણા વિકલ્પો નહોતા. દિલ્હીની મુશ્કેલીનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેણે લાંબા ફોર્મેટ નિષ્ણાત અભિમન્યુ ઇશ્વરને પણ ટ્રાયલ માટે બોલાવ્યા હતા જ્યાં ગર્ગ તેને પાછળ છોડીને ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમ:
ડેવિડ વોર્નર (c), ફિલિપ સોલ્ટ (wk), મિશેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, પૃથ્વી શો, યશ ધુલ, સરફરાઝ ખાન, રિપલ પટેલ, ચેતન સાકરિયા, પ્રવીણ દુબે, રિલે રુસો, રોવમેન પોવેલ, ખલીલ અહેમદ, લુંગી એનગીડી, પ્રિયમ ગર્ગ, વિકી ઓસ્તવાલ, મુસ્તફિઝુર રહેમાન, અભિષેક પોરેલ
🚨 NEWS 🚨@DelhiCapitals name Priyam Garg as replacement for Kamlesh Nagarkoti.
Details 🔽 #TATAIPL https://t.co/61x1hVfcmH
— IndianPremierLeague (@IPL) April 23, 2023