IPL

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની મેચોનો સંપૂર્ણ વિગતો, ક્યારે કઈ ટીમનો સામનો કરશે

કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હશે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનમાં પોતાની જૂની ટીમ સાથે જવા માટે લગભગ તૈયાર છે.

ટીમે તેની પ્રથમ મેચ 29 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે. ટીમને આ સિઝનમાં ચેન્નાઈ, બેંગ્લોર, પંજાબ, ગુજરાત અને કોલકાતા સામે બે-બે મેચ રમવાની છે. જ્યારે ટીમ મુંબઈ, રાજસ્થાન, દિલ્હી અને લખનૌ સાથે એક-એક મેચ રમશે.

આ સિઝનની મેગા ઓક્શનમાં હૈદરાબાદની ટીમે વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, અભિષેક શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર, રાહુલ ત્રિપાઠી, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, પ્રિયમ ગર્ગ, જગદીશ સુચિથ રોમારીયો શેફર્ડ, માર્કો યાનસેન, એડન માર્કરામ, સીન એબોટ અને ગ્લેન ફિલિપ્સ જેવા T20 દિગ્ગજોને હરાજીમાં ખરીદવામાં આવ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ

29 માર્ચ, રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30 કલાકે (MCA સ્ટેડિયમ)

4 એપ્રિલ, લખનૌ સુપર જાયન્ટ્સ, સાંજે 7:30 કલાકે (ડીવાય પાટીલ સ્ટેડિયમ)

9 એપ્રિલ, ચેન્નાઈ સુપર કિંગ્સ બપોરે 3:30 વાગ્યે (ડીવાય પાટિલ સ્ટેડિયમ)

11 એપ્રિલ, ગુજરાત ટાઇટન્સ, સાંજે 7:30 કલાકે (ડીવાય પાટીલ સ્ટેડિયમ)

15 એપ્રિલ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30 કલાકે (બ્રેબોર્ન સ્ટેડિયમ)

17 એપ્રિલ, પંજાબ કિંગ્સ બપોરે 3:30 વાગ્યે, (ડીવાય પાટિલ સ્ટેડિયમ)

23 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બ્રેબોર્ન સ્ટેડિયમ)

27 એપ્રિલ, ગુજરાત ટાઇટન્સ સાંજે 7:30 વાગ્યે (વાનખેડે સ્ટેડિયમ)

1 મે, ચેન્નાઈ સુપર કિંગ્સ – સાંજે 7:30 કલાકે, (MCA સ્ટેડિયમ)

5 મે, દિલ્હી કેપિટલ્સ સાંજે 7:30 વાગ્યે (બ્રેબોર્ન સ્ટેડિયમ)

8 મે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બપોરે 3:30 કલાકે (વાનખેડે સ્ટેડિયમ)

14 મે, કોલકાતા નાઈટ રાઈડર્સ સાંજે 7:30 વાગ્યે (MCA સ્ટેડિયમ)

17 મે, મુંબઈ ઈન્ડિયન્સ સાંજે 7:30 વાગ્યે – વાનખેડે સ્ટેડિયમ

સનરાઇઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), એડન માર્કરામ, નિકોલસ પૂરન, માર્કો જેન્સન, સીન એબોટ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, શશાંક સિંહ, રવિકુમાર સમર્થ, રાહુલ ત્રિપાઠી, પ્રિયમ ગર્ગ, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, ઉમરાન મલિક, વિષ્ણુ વિનોદ, સૌરભ ડુબી. , રોમારિયો શેપર્ડ , ફઝલાખ ફારૂકી , જગદીશ સુચિત , શ્રેયસ ગોપાલ , કાર્તિક ત્યાગી , ટી નટરાજન , ભુવનેશ્વર કુમાર

Exit mobile version