ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ દાસુન શનાકાની વિકેટ લેતાની સાથે જ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે IPLમાં 150 વિકેટ લેનાર પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે.
આ સિવાય તે IPLમાં 150 વિકેટ અને 1000 રન બનાવનાર ત્રીજો ઓલરાઉન્ડર બની ગયો છે.
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 11મી ઓવરમાં દાસુન શનાકાને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સાથે તેણે IPLમાં 150 વિકેટ પૂરી કરી. આ પછી તેને વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરની વિકેટ મળી. ડેવિડ મિલરે માત્ર ચાર રન બનાવ્યા હતા.
આ મેચમાં રવિન્દ્ર જાડેજાની સ્પિનનો જાદુ જોવા મળ્યો હતો. તેણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.
આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે જીતવા માટે 173 રનનો લક્ષ્યાંક આપ્યો છે, રુતુરાજ ગાયકવાડે 60 રન અને ડેવોન કોનવેએ 40 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી.
UP
Ravindra Jadeja completes 150 IPL wickets
#TATAIPL | #Qualifier1 | #GTvCSK | @imjadeja pic.twitter.com/LQODvlIUWv
— IndianPremierLeague (@IPL) May 23, 2023