
પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો….
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13મી સીઝનની 5 મી મેચમાં આજે આઈપીએલ 2020, કેકેઆર વિ એમઆઈ, જેમાં-દિનેશ કાર્તિકની કોલકાતા નાઈટ રાઇડર્સના અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ આમને-સામને આવી ગઈ છે. જેમાં મુંબઈ સામે કેકેઆરે ટોસ જીતને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
આઈપીએલ 2020 માં કોલકાતા નાઈટ રાઇડર્સની આ પહેલી મેચ હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી મેચ હશે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
કોલકાતા નાઈટ રાઇડર્સની વાત કરીએ તો યુએઈમાં છેલ્લે આઈપીએલનું ટાઇટલ કોલકાતાએ જીત્યું હતું. તે સમયે કોલકાતાએ છેલ્લી ઓવરમાં કિંગ્સ 11 પંજાબને હરાવીને ટ્રોફી ઉપાડી હતી. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના અનુભવી ખેલાડીઓ ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, પિયુષ ચાવલાને મુક્ત કર્યા છે. કોલકાતાએ આ ખેલાડીઓની જગ્યાએ પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટનને ટીમમાં સામેલ કર્યા છે.
Welcome to Match 5 of the 2020 #Dream11IPL between KKR and MI https://t.co/X8z1lGMT2V #KKRvMI #Dream11IPL #IPL2020
— IndianPremierLeague (@IPL) September 23, 2020
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.
કોલકાતા નાઈટ રાઇડર્સ: સુનિલ નારાયણ, શુબમન ગિલ, નીતીશ રાણા, ઇઓન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, નિખિલ નાઈક, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, સંદીપ વોરિયર, શિવમ માવી
