IPL 2023ની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 14 મેના રોજ ટકરાયા હતા. આ મેચમાં કોલકાતાના કેપ્ટન નીતિશ રાણા અને રિંકુ સિંહે જોરદાર બેટિંગ કરી, જેના કારણે ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ KKRએ જીતી લીધી.
જો કે ધીમી ઓવર રેટના કારણે નીતિશ રાણાને 24 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, નીતીશે આ IPL સિઝનમાં બીજી વખત આ ભૂલ કરી, જેના કારણે તેમને ‘IPL કોડ ઓફ કન્ડક્ટ’ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો. 8 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં પણ KKRના કેપ્ટન નીતિશ નિર્ધારિત સમયમાં ઓવરો ફેંકી શક્યા ન હતા.
નીતીશ ઉપરાંત ટીમની પ્લેઈંગ ઈલેવન અને ઈમ્પેક્ટ સબસ્ટિટ્યુટ પ્લેયર પર 6 લાખ રૂપિયા અથવા 25 ટકા મેચ ફી બેમાંથી જે ઓછી હોય તે લાદવામાં આવી છે. આ સંદર્ભમાં IPL દ્વારા એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડવામાં આવી છે.
