IPL 2022માં પ્લેઓફ મેચો 24મી મેથી શરૂ થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે.
આ મેચ પહેલા કોલકાતામાં કાલ બૈસાખી તોફાનનો કહેર ચાલુ છે. ભારે પવનના કારણે સ્ટેડિયમના પ્રેસ બોક્સના કાચ પણ તૂટી ગયા છે. આ પછી મેચ સ્થગિત થવાનું જોખમ વધી ગયું છે. ખરાબ હવામાનના કારણે ખેલાડીઓને પ્રેક્ટિસ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ મેદાનની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે મેચ પહેલા બધુ સંપૂર્ણ રીતે સુધારી લેવામાં આવશે.
આ તોફાનના કારણે મેચ દરમિયાન વરસાદની શક્યતા પણ વધી ગઈ છે. જો મેચના દિવસે વરસાદ પડે તો દર્શકોને નિરાશ થવું પડી શકે છે.

