IPL 2022 ની 17મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજા માટે આ મેચ ખૂબ જ ખાસ છે.
જાડેજા આજે CSK માટે તેની 150મી મેચ રમી રહ્યો છે અને આવું કરનાર તે માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. CSK માટે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે, જે આ ટીમ માટે 218મી મેચ રમી રહ્યો છે, જ્યારે સુરેશ રૈના CSK માટે 200 મેચ રમી ચૂક્યો છે.
CSK માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ-
મહેન્દ્ર સિંહ ધોની – 218*
સુરેશ રૈના – 200
રવિન્દ્ર જાડેજા – 150*
ડ્વેન બ્રાવો – 124*
જાડેજાની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો આઈપીએલમાં તેણે 203 મેચ રમી છે જેમાં તેણે 2429 રન બનાવવાની સાથે 128 વિકેટ ઝડપી છે.
મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં હૈદરાબાદની ટીમ બે ફેરફાર સાથે આવી છે જ્યારે ચેન્નાઈની ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. SRH એ અબ્દુલ સમદ અને રોમારિયો શેફર્ડના સ્થાને શશાંક સિંહ અને માર્કો જેન્સેનને પસંદ કર્યા છે, જ્યારે ચેન્નાઈએ ડ્વેન પ્રિટોરિયસના સ્થાને મહિષ થિકાક્ષનાને પસંદ કર્યા છે.
