ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની બેટિંગ પર પ્રતિક્રિયા આપી છે. હાલમાં દિલ્હીની ટીમ 11 મેચમાં 5 જીત નોંધાવીને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે.
ટીમને હજુ 3 મેચ રમવાની છે અને જો તે બાકીની મેચ જીતી જાય તો તેના 16 પોઈન્ટ થઈ જશે. પૂર્વ કોચ શાસ્ત્રીએ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની બેટિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જો રિષભ પંત પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માંગતો હોય તો તેણે બાકીની મેચોમાં વધારે વિચાર્યા વિના આન્દ્રે રસેલ મોડમાં બેટિંગ કરવી જોઈએ. તેણે કહ્યું કે પંત જો ત્રીજા નંબર પર બેટિંગ કરે તો તે મેચ વિનર તરીકે બહાર આવી શકે છે.
ESPNcricinfo સાથે વાત કરતી વખતે, તેણે કહ્યું કે પંતે રસેલની શૈલીમાં વિચાર્યા વિના બેટિંગ કરવી જોઈએ, કદાચ તેની આવી બેટિંગ ટીમ તેની અપેક્ષા કરતા થોડી વધુ મેચ જીતી શકે.
પંત માટે આ સિઝન એટલી સારી રહી નથી. ટોચની ચાર ટીમો કરતાં દિલ્હીની ટીમના 4 પોઈન્ટ ઓછા છે. હાલમાં ટીમ 5માં નંબર પર છે. આ સિઝનમાં પંતની બેટિંગની વાત કરીએ તો તેણે 10 ઇનિંગ્સમાં 8 વખત 20થી વધુ રન બનાવ્યા છે પરંતુ હજુ સુધી તે તેને અડધી સદીમાં પરિવર્તિત કરી શક્યો નથી. શાસ્ત્રીને વિશ્વાસ છે કે જો પંત સ્પષ્ટ માનસિકતા સાથે બેટિંગ કરવા જાય તો તે પણ સફળ થઈ શકે છે, જેમ કે રસેલ ઘણીવાર કરે છે.
રસેલ સ્પષ્ટ માનસિકતા ધરાવે છે. એકવાર તેઓ મૂડમાં આવી ગયા પછી, તેમને કોઈ રોકી શકતું નથી. તેમની પાસે કોઈપણ નકારાત્મક વિચાર માટે કોઈ સ્થાન નથી. ઋષભમાં તે માનસિકતા સાથે રમવાની ક્ષમતા છે. હું આશા રાખું છું કે તે કરશે કારણ કે તમે T20 ક્રિકેટમાં તેની પાસેથી આવી જ ઈનિંગ્સની અપેક્ષા રાખશો.
તેણે આઈપીએલની 2018 અને 2019 સીઝનમાં પણ આ બતાવ્યું છે. આ બંને સિઝનમાં તેણે 30 ઇનિંગ્સમાં 170ની સ્ટ્રાઇક રેટ અને 45ની એવરેજથી 1172 રન બનાવ્યા હતા.