IPL

આઇપીએલ: ટી-20નો નંબર-વન બોલર રાજસ્થાન રોયલ્સમાં જોડાયો

આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2021ના ​​બીજા તબક્કા માટે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્રુ ટાઈની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના તબરેઝ શમ્સીને સામેલ કર્યા છે. તબરેઝ શમ્સી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં નંબર વન બોલર છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્ર ટાય પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે IPL 14 માંથી બહાર થઈ ગયો છે.

IPL 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. એન્ડ્ર ટાય જોસ બટલર અને જોફ્રા આર્ચર સાથે જોડાય છે જેઓ વિવિધ કારણોસર આઇપીએલ 14 માંથી બહાર થઇ ગયો છે. બેન સ્ટોક્સની ઉપલબ્ધતા અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. તેણે પોતાના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ક્રિકેટમાંથી અનિશ્ચિત વિરામ લીધો છે. રાજસ્થાન રોયલ્સને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ટૂંક સમયમાં તેની ભાગીદારીની પુષ્ટિ કરશે.

31 વર્ષીય શમ્સી દક્ષિણ આફ્રિકાની સ્થાનિક ક્રિકેટમાં ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કરે છે. તબરેઝ શમ્સીએ વર્ષ 2017માં ઈંગ્લેન્ડ સામેની ટી -20 સિરીઝમાં દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ડાબા હાથના લેગ સ્પિનરે 39 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 45 વિકેટ લીધી છે. તેણે 27 વન ડેમાં 32 વિકેટ લીધી છે. શમ્સીએ IPL 2016માં RCB માટે 4 મેચ રમી છે, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે. 2016માં, તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

 

Exit mobile version