IPL

IPL: પ્રથમ મેચમાં નહીં રમી શકશે આ ખેલાડીઓ, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવ

નવા સુકાની રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ શનિવારે IPL 15 ની શરૂઆતની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે અને જીત સાથે તેમનું ટાઈટલ બચાવવાનું અભિયાન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખશે.

કોલકાતા પણ નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં આ મેચમાં પ્રવેશ કરી રહ્યું છે. CSK અને KKRની ટીમો આ સિઝનમાં નવા અવતારમાં જોવા મળશે. કારણ કે IPL મેગા ઓક્શન દરમિયાન ટીમના ઘણા જૂના ખેલાડીઓ અન્ય ટીમ સાથે જોડાયા છે, જ્યારે કેટલાક નવા ખેલાડીઓ ફ્રેન્ચાઇઝીમાં પ્રવેશ્યા છે. આવી સ્થિતિમાં બંને ટીમોના કેપ્ટનોએ સંતુલિત પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા માટે સખત મહેનત કરવી પડશે.

IPL શરૂ થવાના બે દિવસ પહેલા ગુરુવારે ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો અને જાડેજાને CSKનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો. જોકે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાનું ચાલુ રાખશે. સુકાની પદ સંભાળ્યા બાદ જાડેજાએ કહ્યું છે કે ધોનીના વારસાને આગળ ધપાવવા માટે તેમના ખભા પર મોટી જવાબદારી છે અને તે તેને નિભાવવા માંગે છે.

CSK પ્લેઇંગ XI:

રવિન્દ્ર જાડેજા માટે કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં જ મોટા નિર્ણયો લેવા પડશે. કારણ કે ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલી કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે ઝડપી બોલર દીપક ચહર હજુ ફિટ નથી.

ઋતુરાજ અને કોનવે ઇનિંગ્સની શરૂઆત કરશે. ગાયકવાડ ફિટ છે અને પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે. રોબિન ઉથપ્પા ત્રીજા નંબર પર બેટિંગ કરશે. અંબાતી રાયડુ, શિવમ દુબે પણ મિડલ ઓર્ડરને મજબૂતી આપતા જોવા મળશે. બધાની નજર ડ્વેન બ્રાવો, જાડેજા અને ધોની પર રહેશે. ફાસ્ટ બોલિંગમાં એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન જોવા મળી શકે છે.

કેકેઆર પ્લેઇંગ ઇલેવન:
શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટૂર્નામેન્ટની 15મી આવૃત્તિમાં તેમનું ત્રીજું ટાઈટલ જીતવા પર રહેશે. કેકેઆર અય્યરના નેતૃત્વમાં ક્રિકેટ કેવી રીતે ચાલે છે તે જોવું રસપ્રદ રહેશે. કાગળ પર ટીમ ઘણી મજબૂત દેખાય છે.

KKR સામે CSK ની સંભવિત પ્લેઇંગ XI:
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન, રાજવર્ધન હંગરગેકર/કેએમ આસિફ/પી સોલંકી

CSK સામે KKR ની સંભવિત પ્લેઇંગ XI:
વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, સેમ બિલિંગ્સ (ડબ્લ્યુકે), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, ઉમેશ યાદવ

Exit mobile version