IPL 2023ની 22મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા નહોતા, પરંતુ તેમના એક બેટ્સમેન વેંકટેશ અય્યરે ઝડપી ઈનિંગ રમીને સ્કોર 185 સુધી પહોંચાડ્યો હતો.
ત્રીજા નંબરે આવેલા વેંકટેશે તોફાની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 49 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે 51 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ દરમિયાન તે સિક્સરોના મામલે એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે.
વાસ્તવમાં, વેંકટેશ યુવરાજ સિંહને પાછળ છોડીને IPLમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. વેંકટેશ આ મેચમાં 9 છગ્ગા સાથે યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે યુવરાજ ચોથાથી પાંચમા સ્થાને સરકી ગયો છે. યુવરાજે IPL મેચમાં 9 સિક્સર ફટકારી હતી.
જો આઈપીએલની એક મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો તે છે મુરલી વિજય. તેણે એક ઇનિંગમાં 11 સિક્સર ફટકારી છે. બીજા નંબર પર સંજુ સેમસન છે જેણે એક જ ઇનિંગમાં 10 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજા નંબરે શ્રેયસ અય્યર છે. શ્રેયસ અય્યરે પણ એક ઇનિંગમાં 10 સિક્સર ફટકારી હતી.
IPL મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડીઓ-
11 – મુરલી વિજય
10 – સંજુ સેમસન
10- શ્રેયસ અય્યર
9 – વેંકટેશ ઐયર
9- યુવરાજ સિંહ
9- દિનેશ કાર્તિક
9 – ઋષભ પંત
9- હાર્દિક પંડ્યા
9- સંજુ સેમસન