પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે. તેમણે કહ્યું છે કે એક વર્ષમાં આઈપીએલની બે સીઝન થઈ શકે છે.
પૂર્વ કોચે એવું પણ સૂચન કર્યું હતું કે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધારી શકાય છે.
તેણે પોડકાસ્ટ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, આઈપીએલની બે સીઝન હોઈ શકે છે. જો આવું થાય તો મને આશ્ચર્ય થશે નહીં. જો દ્વિપક્ષીય શ્રેણીની સંખ્યા ઘટાડવામાં આવે છે, તો વર્ષના અંતમાં તમે IPLની ટૂંકી સીઝનનું આયોજન કરી શકો છો. વર્લ્ડ કપની જેમ જ, જ્યાં નોકઆઉટ મેચો થશે અને વિજેતા નક્કી થશે.
ભારત માટે 80 ટેસ્ટ અને 150 વન-ડે રમી ચૂકેલા શાસ્ત્રીનું માનવું છે કે IPLનો વિકાસ માત્ર જરૂરી નથી પરંતુ રમતના બહેતર માટે પણ જરૂરી છે. તેમણે કહ્યું, તે શક્ય છે કારણ કે તે સંપૂર્ણપણે પૈસાથી ચાલે છે, માંગ અને પુરવઠાનો કાયદો પણ છે. આ ફોર્મેટની ઘણી માંગ છે. મને લાગે છે કે IPL આ દિશામાં જશે.