IPL

IPL: દિલ્હી સામે કેપ્ટનની વાપસી થતા, આવી હોઈ શકે છે પંજાબની પ્લેઈંગ ઈલેવન

બેટ્સમેનોથી સજ્જ પંજાબ માટે છેલ્લી મેચ આસાન ન હતી જ્યાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં ટીમ માત્ર 151 રન જ બનાવી શકી હતી જે બેટિંગ ઓર્ડર સાથે ન્યાય કરી શકતી નથી.

આ મેચમાં મયંક અગ્રવાલ વાપસી કરી શકે છે. ટીમનો મિડલ ઓર્ડર ખૂબ જ મજબૂત છે પરંતુ હૈદરાબાદની સામે લિવિંગસ્ટન સિવાય અન્ય કોઈ બેટ્સમેન પોતાની કમાલ દેખાડી શક્યા ન હતા. શિખર ધવન પણ માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. આ મેચમાં મયંકની વાપસી સાથે ટીમને સારી શરૂઆતની આશા રહેશે.

પંજાબની ટીમની ઓપનિંગ જોડી મયંકની વાપસીથી ટીમ ફરી એકવાર મજબૂત દેખાઈ રહી છે. શિખર અને મયંકની જોડી ટીમને સારી શરૂઆત અપાવવા માટે જવાબદાર રહેશે કારણ કે મયંકનું ફોર્મ પણ શરૂઆતની કેટલીક મેચો બાદ પરત ફર્યું છે.

પંજાબ ટીમનો મિડલ ઓર્ડર- આ પંજાબ ટીમની તાકાત છે. ટીમમાં જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટન, શાહરૂખ ખાન અને ઓડિયન સ્મિથ જેવા બેટ્સમેન છે જે જાણે છે કે મેચ કેવી રીતે પૂરી કરવી. છેલ્લી મેચમાં પણ જ્યારે કોઈ બેટ્સમેન રમ્યો ન હતો ત્યારે લિવિંગસ્ટને 60 રન બનાવ્યા હતા.

પંજાબની બોલિંગ- કાગીસો રબાડાના રૂપમાં ટીમનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે પરંતુ અત્યાર સુધી તે તેના રંગમાં જોવા મળ્યો નથી. પંજાબ પાસે બોલિંગ વિકલ્પો તરીકે અર્શદીપ સિંહ, વૈભવ અરોરા અને ઓડિયન સ્મિથ પણ છે. સ્પિન બોલિંગની વાત કરીએ તો ટીમમાં રાહુલ ચહર છે. છેલ્લી મેચમાં રબાડાએ 4 ઓવરની બોલિંગમાં 29 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. રબાડા જેવા બોલર પાસે ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે.

પંજાબ કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ઓડિન સ્મિથ, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.

Exit mobile version