IPL

IPL: પ્રથમ જીતની તલાશમાં આ બદલાવ સાથે હૈદરાબાદ લખનૌ સામે આજે રમશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 12મી મેચ સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ DY પાટિલ સ્ટેડિયમ (DY PATIL STADIUM, NAVI MUMBAI), નવી મુંબઈ ખાતે સાંજે 7:30 PM પર શરૂ થશે.

હૈદરાબાદ હજુ પણ આ સિઝનમાં તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ બે મેચમાંથી એક જીતી છે અને એક હારી છે. હૈદરાબાદને તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ તેની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું જ્યારે બીજી મેચમાં તેણે ચેન્નાઇ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું.

હૈદરાબાદની ટીમ પોતાની પ્રથમ મેચમાં માત્ર 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિઝનની પાંચમી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 149 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી એકમાત્ર એઈડન માર્કરામ જ લડ્યો હતો જેણે 57 રન બનાવ્યા હતા. તેના સિવાય વોશિંગ્ટન સુંદરે 40 અને રેમો શેફર્ડે 24 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદને હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમની બેટિંગમાં સુધારો કરવાની જરૂર છે.

હૈદરાબાદ અને લખનૌની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન (વિકેટમાં), એડન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ/માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન/શ્રેયસ ગોપાલ.

Exit mobile version