ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની એમએસ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યા છે. હાલમાં જ આઈપીએલની 45મી મેચ લખનૌ અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી, જોકે આ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.
પરંતુ આ મેચમાં લખનૌની ટીમે 19.2 ઓવર રમી હતી. અને આ મેચ દરમિયાન એમએસ ધોનીએ જ્હોન સીનાનો એક આઇકોનિક પોઝ આપ્યો હતો, જેની તસવીર ખૂબ વાયરલ થઈ હતી અને હવે તે તસવીર જ્હોન સીનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ શેર કરી છે.
WWE icon John Cena's Instagram post on MS Dhoni. pic.twitter.com/KqyseKDQe0
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2023

