ધોનીએ આ વાત એપ્રિલ 2013 માં ટ્વીટ કરી હતી…
સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 45 રને જીત મેળવી છે. આ મેચમાં રવિદ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી અને 4 કેચ લીધા હતા. જાડેજા ફરી એકવાર ફિલ્ડિંગમાં કમાલ કરી ત્યાર બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું 8 વર્ષ જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.
ધોનીએ આ વાત એપ્રિલ 2013 માં ટ્વીટ કરી હતી. આ ટ્વિટમાં ધોનીએ જાડેજાની પ્રશંસા કરતા કહ્યું કે સર જાડેજા કેચ લેવા દોડતા નથી, બોલ તેને શોધીને પકડે છે. ધોનીનું આ ટ્વિટ લગભગ 10 હજાર લોકોએ પસંદ કર્યું છે અને 6500 થી વધુ લોકોએ રિટ્વીટ કર્યું છે. લોકો હજી પણ આનો જવાબ આપી રહ્યા છે.
Sir jadeja doesn’t run to take the catch but the ball finds him and lands on his hand
— Mahendra Singh Dhoni (@msdhoni) April 9, 2013
આ પ્રથમ વખત નથી જ્યારે તેની મહાન ફિલ્ડિંગ માટે તેની પ્રશંસા કરવામાં આવી હોય. જાડેજાની ઘણીવાર પ્રશંસા કરવામાં આવે છે

