IPL

22 સપ્ટેમ્બરે યોજાનારી પ્રથમ મેચ માટે જય શાહે લીધી શારજાહ સ્ટેડિયમની મુલાકાત

રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે…

 

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. આઈપીએલ સીઝન 13 ની પહેલી મેચ શનિવારે સાંજે 7.30 વાગ્યાથી મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. દરમિયાન, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે શુક્રવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને આઈપીએલ માટેની સ્ટેડિયમની સુવિધાઓની સમીક્ષા કરી હતી. જય શાહે આ પ્રવાસ પર યુએઈ ક્રિકેટની સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો છે.

ભારતમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને યુએઈમાં આ વખતે આઈપીએલની 13 મી સીઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઈપીએલ 2020 લીગ રાઉન્ડની કુલ 12 મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલની પહેલી મેચ મંગળવારે, 22 સપ્ટેમ્બર, રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શાહે સ્ટેડિયમમાંથી તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે અને સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમના ઉપપ્રમુખ વાલીદ બુખ્તાર ખલાફ બુખ્તાર સાથે જય શાહ પણ હાજર હતા.

Exit mobile version