IPL

IPL 15માં સૌથી વધુ છગ્ગા, ચોગ્ગા, અને સદી ફટકારનાર ખિલાડી બન્યો જોસ બટલર

જો કે IPL 2022માં દુનિયાના ઘણા મહાન બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરે જે રીતે પ્રદર્શન કર્યું તે અદ્ભુત કહેવાય તો ખોટું નહીં હોય.

બટલર આ સિઝનનો રન કિંગ હતો અને તેણે આ સિઝનમાં સૌથી વધુ સદી ફટકારી હતી. એટલું જ નહીં સૌથી વધુ સિક્સ, ફોર અને સૌથી વધુ રન પણ બટલરના નામે હતા.

બટલરે 17 મેચમાં 45 સિક્સર ફટકારી હતી અને સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે તે નંબર વન પર હતો. બીજી તરફ કેએલ રાહુલ બીજા નંબર પર હતો જેણે 15 મેચમાં 30 સિક્સર ફટકારી હતી. સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ક્વિન્ટન ડી કોક ત્રીજા નંબર પર હતો, જેણે 15 મેચમાં 23 સિક્સર ફટકારી હતી. બીજી બાજુ બટલરે આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા અને 17 મેચમાં તેના બેટમાંથી 83 ચોગ્ગા આવ્યા.

આ સિઝનમાં બટલરે સૌથી વધુ ચાર સદી ફટકારીને વિરાટ કોહલીની બરાબરી કરી હતી. કોહલીએ વર્ષ 2016માં એક સિઝનમાં ચાર સદી ફટકારી હતી. તે જ સમયે, કેએલ રાહુલ આ સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બીજા નંબર પર રહ્યો, જેણે 15 મેચમાં 2 સદી ફટકારી હતી. રતાજ પાટીદાર અને ક્વિન્ટન ડી કોકે આ સિઝનમાં એક-એક સદી ફટકારી હતી.

જોસ બટલરે IPL 2022માં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 17 મેચમાં 57.53ની એવરેજથી 863 રન બનાવ્યા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 116 રન હતો. તે જ સમયે, તેણે ચાર સદી અને 4 અડધી સદી તેમજ તેની સ્ટ્રાઈક રેટ 149.05 પણ ફટકારી હતી.

Exit mobile version