IPL

જોસ બટલરનો અદભુત રેકોર્ડ, વિશ્વનો પાંચમો ક્રિકેટર બન્યો

Pic- bbc

ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની IPL ૨૦૨૬ની મેચ દરમિયાન પોતાની વિસ્ફોટક બેટિંગથી સનસનાટી મચાવી હતી. બટલરે માત્ર ૨૭ બોલમાં ૩ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૫૨ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે અનેક ખાસ રેકોર્ડ બનાવ્યા હતા.

પોતાની ઇનિંગમાં પાંચમો સિક્સર ફટકારીને, બટલરે T20 ક્રિકેટમાં 600 સિક્સર પૂર્ણ કરી, અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો માત્ર પાંચમો ખેલાડી બન્યો. તેના પહેલા ફક્ત ક્રિસ ગેઇલ, કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ અને નિકોલસ પૂરને જ આ સિદ્ધિ મેળવી હતી. તેણે T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવતા એલેક્સ હેલ્સ (595) ને પણ પાછળ છોડી દીધો.

IPLમાં, બટલર એક જ ઇનિંગમાં સૌથી વધુ વખત પાંચ કે તેથી વધુ સિક્સર ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 14મી વખત આ સિદ્ધિ મેળવીને, તેણે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલના રેકોર્ડની બરાબરી કરી. આ યાદીમાં હવે તેની આગળ ફક્ત ક્રિસ ગેઇલ અને એબી ડી વિલિયર્સ છે.

બટલર આઈપીએલના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં પાંચ કે તેથી વધુ છગ્ગા ફટકારનાર બીજો નોન-ઓપનિંગ બેટ્સમેન બન્યો છે. આ પહેલા, સુરેશ રૈનાએ 2014 આઈપીએલ દરમિયાન વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ સામે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

Exit mobile version