પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન તેની 100મી IPL વિકેટ મેળવી હતી. આ સાથે તે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે.
તેણે અનુભવી લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો. જમણા હાથના ફાસ્ટ બોલરે તેની 64મી આઈપીએલ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ગુજરાત ટાઇટન્સના ઓપનર રિદ્ધિમાન સાહાને આઉટ કરીને આ કારનામું કર્યું હતું.
ફાસ્ટ બોલર કાગિસ રબાડાએ પોતાની 70મી મેચમાં 100 વિકેટ ઝડપનાર લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો. ભુવનેશ્વર કુમાર IPLમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય બોલર છે. આ સ્થાને પહોંચનાર તે ત્રીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો. રાશિદ ખાન, અમિત મિશ્રા અને આશિષ નેહરાએ પોતાની 83મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 84મી મેચમાં આ કારનામું બતાવ્યું હતું.
કાગીસો રબાડા IPL 2023ની શરૂઆતની મેચોમાં રમ્યો ન હતો. કારણ કે તે પોતાના દેશ માટે રમવામાં વ્યસ્ત હતો. તેણે ગુરુવારે IPLની પોતાની પ્રથમ મેચમાં ભાગ લીધો હતો. રબાડાએ આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. તેણે તે સિઝનમાં 17 મેચમાં 30 વિકેટ લીધી હતી. IPL 2022ની હરાજીમાં પંજાબ કિંગ્સે તેને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ગત સિઝનમાં 13 મેચમાં 23 વિકેટ ઝડપી હતી.
સૌથી ઝડપી 100 IPL વિકેટ (બોલ દ્વારા)
1438 – કાગીસો રબાડા
1622 – લસિથ મલિંગા
1619 – ડ્વેન બ્રાવો
1647 – હર્ષલ પટેલ