IPL

SRHમાંથી બહાર થતાં જ ભાવુક થઈ ગયો કેન વિલિયમસન, કહ્યું- આભાર!

ટીમોએ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023 માટે પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે, જ્યાં 15 નવેમ્બર સુધીમાં તમામ ફ્રેન્ચાઈઝીઓએ રીટેન્શન લિસ્ટ જાહેર કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે સૌથી આશ્ચર્યજનક કઠિન નિર્ણય લેતા તેના કેપ્ટન કેન વિલિયમસનને છોડી દીધો હતો.

જ્યારે ન્યુઝીલેન્ડે ભારત સામે ટી-20 સીરીઝ રમવાની છે, ત્યારે સુકાની કેન વિલિયમસને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી છોડવા પર ભાવનાત્મક નિવેદન આપ્યું છે. આવો જાણીએ વિલિયમસને શું કહ્યું?

SRH છોડ્યા બાદ કેન વિલિયમસને હવે એક ઈમોશનલ સ્ટેટમેન્ટ આપ્યું છે અને ફેન્સ માટે એક ખાસ વાત કહી છે. કેન વિલિયમસને કહ્યું, “ફ્રેન્ચાઇઝી, ટીમના સાથી, સ્ટાફ અને ખાસ કરીને ઓરેન્જ આર્મીનો ખૂબ ખૂબ આભાર, તમે આ 8 વર્ષોને યાદગાર બનાવ્યા છે. કેન વિલિયમસને કહ્યું કે આ ટીમ અને હૈદરાબાદ શહેર હંમેશા મારા માટે ખાસ રહેશે.

તમને જણાવી દઈએ કે IPL 2023ની હરાજી પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસનને રિલીઝ કરી દીધો છે. વાસ્તવમાં, વિલિયમસનની ગયા વર્ષે હરાજી કિંમત 14 કરોડ રૂપિયા હતી, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 76 મેચ રમી છે, જેમાં તેના નામે 2101 રન છે.

Exit mobile version