IPL

IPL ફાઇનલની હાર સહન ન કરી શકી કાવ્યા મારન, સ્ટેડિયમમાં રડવા લાગી

Pic- NDTV.in

શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આઈપીએલ 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. KKRએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી લીગના ઇતિહાસમાં ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું.

KKRની આ જીત બાદ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફનો જશ્ન જોવા જેવો હતો, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના કેમ્પમાં શોકનો માહોલ હતો.

હૈદરાબાદની આ શરમજનક હાર બાદ ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું પરંતુ મેચ બાદ SRHની માલિક કાવ્યા મારન પણ રડતી જોવા મળી હતી. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તે પોતાની ટીમની હાર બાદ પોતાના આંસુ રોકી શકી નથી અને સ્ટેડિયમમાં જ રડતી જોવા મળી રહી છે. તેનો વાયરલ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

આ ફાઈનલની વાત કરીએ તો હૈદરાબાદની આખી ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 18.3 ઓવરમાં 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં ફાઈનલમાં બનેલો આ સૌથી ઓછો સ્કોર છે.

Exit mobile version