આઈપીએલ 2023માં ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સનું ડેબ્યૂ શાનદાર નહોતું, પરંતુ ટીમના ઝડપી બોલર ખલીલ અહેમદે ચોક્કસપણે ઈતિહાસ રચ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ખલીલે 4 ઓવરના ક્વોટામાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
તેણે આ સમયગાળા દરમિયાન માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનના રૂપમાં બે શિકાર લીધા. આ બે વિકેટ સાથે ખલીલ અહેમદે ઈતિહાસ રચી દીધો છે અને આઈપીએલમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરનાર ભારતીય બોલર બની ગયા છે. તેની પહેલા આ રેકોર્ડ સ્પિનર અમિત મિશ્રાના નામે હતો.
ખલીલ અહેમદે IPLમાં પોતાની 35મી મેચ રમતા વિકેટની અડધી સદી પૂરી કરી હતી. આ પહેલા અમિત મિશ્રાએ 37 મેચમાં આ કારનામું કર્યું હતું. મોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને આરપી સિંહ જેવા બોલર પણ આ યાદીમાં છે.
IPLમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય:
35 – ખલીલ અહેમદ
37 – અમિત મિશ્રા
39 – મોહિત શર્મા
40 – યુઝવેન્દ્ર ચહલ
40 – સંદીપ શર્મા
40 – આરપી સિંઘ
તમને જણાવી દઈએ કે, IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ કાગિસો રબાડાના નામે છે, તેણે 27 મેચ રમીને વિકેટની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે તેના પછી આ યાદીમાં સુનીલ નારાયણ (32) અને લસિથ મલિંગા (33) છે.