IPL

મુંબઈ ઈન્ડિયન્સ માંથી કિરોન પોલાર્ડ બહાર, જુઓ કયા ખેલાડીને રિટેન કર્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન માટે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જેસન બેહરેનડોર્ફને મુંબઈ ઈન્ડિયન્સને સોંપ્યો છે.

બેહરનડોર્ફે અગાઉ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ, 2018માં મુંબઈ ઈન્ડિયન્સ અને 2022માં આરસીબીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2023 IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. અગાઉ તે 2018માં મુંબઈ તરફથી રમ્યો હતો અને પછી તેણે પાંચ મેચમાં એટલી જ વિકેટ લીધી હતી.

IPLની સૌથી સફળ ટીમ મુંબઈએ નવી સિઝન પહેલા મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમે તેમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક કિરોન પોલાર્ડને છોડવાનો નિર્ણય કર્યો છે, જે 2010થી ટીમનો ભાગ હતો. આ સિવાય ટીમે વધુ બે વિદેશી ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના ફેબિયન એલન અને ઈંગ્લેન્ડના ટાઈમલ મિલ્સને પણ બહાર કરવાનો નિર્ણય લીધો છે. સ્વદેશી ખેલાડીઓની વાત કરીએ તો ટીમે મયંક માર્કંડે અને રિતિક શોકીનને છોડી દીધા છે.

મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કરેલા ખેલાડીઓ: રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડેનિયલ સાયમ્સ, જસપ્રિત બુમરાહ, ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્મા, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર

મુંબઈ ઈન્ડિયન્સે છોડેલા ખેલાડીઓ: કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, ટાઈમલ મિલ્સ, મયંક માર્કન્ડે, હૃતિક શોકીન

Exit mobile version