બુધવારે IPL 2023ની 36મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના હાથે તેમના જ ઘરમાં 21 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, KKRએ પ્રથમ બેટિંગ કરતા 201 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં RCB 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 179 રન જ બનાવી શકી હતી. જો કે, આ મેચમાં RCBનો પરાજય થયો હતો, પરંતુ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી.
કોહલીએ આ મેચમાં 37 બોલમાં 54 રન બનાવ્યા હતા અને આ સાથે તેણે આ સિઝનમાં 333 રન બનાવ્યા છે. આ સિઝનમાં 300ના આંકડાને સ્પર્શતાની સાથે જ કોહલીએ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કોહલી હવે સતત 14 સિઝનમાં 300 કે તેથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં કોહલી પછી સુરેશ રૈના અને શિખર ધવનનો નંબર આવે છે. આ બંને બેટ્સમેનોએ સતત 12 સિઝનમાં 300 કે તેથી વધુ રન બનાવ્યા છે.
IPLમાં કોહલીનું પ્રદર્શન:
કોહલી 2008માં IPLની પ્રથમ સિઝનથી રમી રહ્યો છે અને તે પ્રથમ બે સિઝનમાં 300 રનના આંકને સ્પર્શી શક્યો ન હતો, પરંતુ તેણે આગામી 14 સિઝનમાં 300 રનના આંકને સ્પર્શ કર્યો હતો.
દરેક સિઝનમાં કોહલીની ઇનિંગ્સ અને કુલ રન:
2023 – 8 ઇનિંગ્સ, 333 રન
2022 – 16 ઇનિંગ્સ, 341 રન
2021 – 15 ઇનિંગ્સ, 405 રન
2020 – 15 ઇનિંગ્સ, 466 રન
2019 – 14 ઇનિંગ્સ, 464 રન
2018 – 14 ઇનિંગ્સ, 530 રન
2017 – 10 ઇનિંગ્સ, 308 રન
2016 – 16 ઇનિંગ્સ, 973 રન
2015 – 16 ઇનિંગ્સ, 505 રન
2014 – 14 ઇનિંગ્સ, 359 રન
2013 – 16 ઇનિંગ્સ, 634 રન
2012 – 15 ઇનિંગ્સ, 364 રન
2011 – 16 ઇનિંગ્સ, 557 રન
2010 – 13 ઇનિંગ્સ, 307 રન
2009 – 13 ઇનિંગ્સ, 246 રન
2008 – 12 ઇનિંગ્સ, 165 રન