
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ગુરુવારે શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઈપીએલની આચારસંહિતા હેઠળ, કેકેઆર ટીમે બીજી વખત આ ભૂલનું પુનરાવર્તન કર્યું છે, જેના માટે કેકેઆરના કેપ્ટન ઈઓન મોર્ગનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત IPLના નિયમ પ્રમાણે બાકીના ખેલાડીઓને 6 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અથવા તેમની મેચ ફીના 25 ટકા કાપવામાં આવશે.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ મેચ દરમિયાન KKRને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા KKR એ 15.1 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન બનાવ્યા હતા અને મેચ જીતી લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરતાં KKR માટે રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી, 42 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. અને ત્રિપાઠી ઉપરાંત ઓપનર વેંકટેશ અય્યરે પણ જોરશોરથી બેટિંગ કરી અને 30 બોલમાં 53 રન બનાવીને કેકેઆરની જીત સુનિશ્ચિત કરી.
