કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે KKRને આઈપીએલ 2023ની શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ગયા વર્ષે ટીમના કેપ્ટન રહેલા ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર અને બાંગ્લાદેશ ટીમના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન IPL 2023માંથી બહાર થઈ ગયા છે.
શ્રેયસ ઐયર ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે શાકિબ આ સિઝનમાં ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, સારી વાત એ છે કે જેસન રોયને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે હરાજીમાં વેચાયો ન હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયને આઈપીએલ 2023 માટે તેની બેઝ પ્રાઈઝ રૂ. 1.5 કરોડથી રૂ. 2.8 કરોડ સુધીની ડીલ ફાઇનલ કર્યા બાદ કરારબદ્ધ કર્યા છે. IPL મીડિયા રીલીઝ મુજબ, શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં ઈજા થવાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ સિઝન માટે ઉપલબ્ધ નથી કારણ કે તે રાષ્ટ્રીય ફરજ પર રહેશે.
જેસન રોય વિશે વાત કરીએ તો, તેણે 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પાંચ મેચ રમી હતી, જેમાં અડધી સદી સહિત 150 રન બનાવ્યા હતા. 32 વર્ષીય ઈંગ્લેન્ડ માટે 64 T20 ઈન્ટરનેશનલ રમ્યો છે, જેમાં 8 અર્ધસદી સાથે 137.61ના સ્ટ્રાઈક રેટથી 1522 રન બનાવ્યા છે. તેણે 2017માં આ લીગમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યારથી તે માત્ર 13 મેચ રમ્યો છે. IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 91 રન છે.
Jason Roy replaces Shakib Al Hasan in KKR.
— Johns. (@CricCrazyJohns) April 5, 2023