ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 (IPL 2022) માં પ્રથમ વખત રમી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), પ્લેઓફમાં પહોંચી પરંતુ એલિમિનેટરથી આગળ વધી શકી નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો 14 રને પરાજય થયો હતો. આ હાર બાદ ટીમના કેપ્ટન કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પોતાના ફેન્સનો આભાર માન્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરતા કેએલ રાહુલે લખ્યું, “મારી પાસે ચારે બાજુ પ્રેરણા છે. પ્રથમ સ્પેશિયલ સિઝન પૂરી થઈ ગઈ છે. અમને જે પ્રકારનું પરિણામ જોઈતું હતું તે મળ્યું નથી, પરંતુ અમે અંત સુધી અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. લખનૌ સુપર જાયન્ટ્સ પરિવાર, સહાયક સ્ટાફ, ટીમ મેનેજમેન્ટ અને ડૉ. સંજીવ ગોયન્કાનો પણ આભાર. અમારા ચાહકોનો પણ આભાર કે જેમણે પહેલી જ સિઝનમાં અમને ખૂબ પ્રેમ આપ્યો.
એલિમિનેટર મેચની વાત કરીએ તો આ મેચમાં લખનૌના બોલરો કંઈ કમાલ બતાવી શક્યા ન હતા. કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય તેના માટે યોગ્ય સાબિત થયો ન હતો અને બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 207 રન બનાવ્યા હતા.
ટાર્ગેટનો પીછો કરતી વખતે લખનૌ માટે દીપક હુડા અને કેએલ રાહુલે સારી ઇનિંગ રમી હતી પરંતુ તેઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા અને અંતે તેમને 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની આ પ્રથમ સિઝન હતી, તેમ છતાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. જો લીગ મેચોની વાત કરીએ તો લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.
View this post on Instagram