
ચેતન સાકરીયાના ભાઈએ થોડા મહિના પહેલા આત્મહત્યા કરી હતી…
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી વિસ્ફોટક ઇનિંગની પ્રશંસા થઇ રહી છે. જોકે રાજસ્થાનની ટીમ મેચ 4 રને હારી ગઈ હતી, તેમ છતાં, સેમસનની 119 રનની બોલ્ડ ઇનિંગ્સ ભૂલી શકાતી નથી. મેચમાં સંજુ સેમસન સિવાય ચેતન સાકરીયાએ પણ 3 વિકેટ ઝડપી હતી. સાકરીયાએ 4 ઓવર ફેંકી 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, જય રિચાર્ડસનને પેવેલિયન મોકલ્યો હતો.
વિરેન્દ્ર સહેવાગે ચેતન સાકરીયાની પ્રશંસા કરતાં કહ્યું કે ચેતન સાકરીયાના ભાઈએ થોડા મહિના પહેલા આત્મહત્યા કરી હતી. પરંતુ ચેતનનાં માતા-પિતાએ 10 દિવસ સુધી તેમના પુત્રને તેના વિશે કહ્યું નહીં કારણ કે તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. તેનો પરિવાર સમજે છે કે આ યુવા ખેલાડીઓ માટે ક્રિકેટ શું છે. ભારતીય લોકોના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આઈપીએલ એક જબરદસ્ત માધ્યમ છે, કેટલીક વાર્તાઓ ખૂબ સારી છે.
Chetan Sakariya’s brother died of suicide few months ago,his parents didn’t tell him for 10 days as he was playing the SMA trophy. What cricket means to these young men,their families .IPL is a true measure of the Indian dream & some stories of extraordinary grit
Great prospect pic.twitter.com/r0mISy9Asv
— Virender Sehwag (@virendersehwag) April 12, 2021
આ ઉપરાંત, વીરેન્દ્ર સેહવાગે પંજાબ કિંગ્સની જબરદસ્ત જીતની પ્રશંસા કરતાં કહ્યું કે માત્ર ટીમનું નામ જ બદલાયું નથી, નસીબ પણ બદલાઈ ગઈ છે. પંજાબ કિંગ્સ ટીમ માટે આ એક સરસ જીત છે સંજુ સેમસનને જબરદસ્ત ઇનિંગ્સ રમીને આઈપીએલમાં ત્રીજી સદી ફટકારી હતી. પરંતુ દિપક હૂડા ટોપ ક્લાસ હતો, તેની ઇનિંગ્સે ફક્ત મેચમાં જ ફરક પાડ્યો હતો.

Great prospect