IPL

કોહલીએ ‘એમ. ચિન્નાસ્વામી’માં રચ્યો ઇતિહાસ! આવું કરનાર પ્રથમ ખેલાડી

Pic- Deccan Herald

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની તેમની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 મેચ દરમિયાન T20 ક્રિકેટમાં એક સ્થળે સૌથી વધુ અર્ધશતકનો રેકોર્ડ બનાવ્યો હતો.

કોહલીએ RCBના હોમ ગ્રાઉન્ડ પર પોતાની 25મી T20 અડધી સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે આ પહેલા આ રેકોર્ડ એલેક્સ હેલ્સના નામે હતો જેણે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 24 અડધી સદી ફટકારી હતી.

આરસીબીના ભૂતપૂર્વ સુકાનીએ 33 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી, જોકે તે 34 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. IPL 2023માં, કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ મેચમાં ત્રણ અર્ધસદી ફટકારી છે. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 44 બોલમાં 61 રન બનાવ્યા તે પહેલાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે અણનમ 82 રનની સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી.

કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 22 અર્ધસદી અને ત્રણ સદી ફટકારી છે. IPLમાં કોહલી માટે આ સ્થળ યાદગાર મેદાન રહ્યું છે કારણ કે તેણે અહીં 2,539 રન બનાવ્યા છે, જેમાં 19 અર્ધસદી અને ત્રણ સદી સામેલ છે. T20 ઇન્ટરનેશનલમાં, કોહલી બેંગલુરુ ખાતેની પાંચ મેચોમાં માત્ર એક અડધી સદી કરી શક્યો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2011 દરમિયાન આ મેદાન પર બે અર્ધસદી ફટકારી હતી.

Exit mobile version