IPL

કોહલીનો રેકોર્ડ! IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો

Pic- NDTV Sports

IPL 2024 ની 52મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે RCB પ્લેઓફની રેસમાં યથાવત છે. આ મેચમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સાથે જ તેણે આઈપીએલમાં એક એવું કારનામું પણ કર્યું જે પહેલા કોઈ કરી શક્યું ન હતું.

આ મેચમાં વિરાટ કોહલીએ 27 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 2 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટની આ ઇનિંગના કારણે ટીમે 4 વિકેટે જીત મેળવી હતી. આ સાથે વિરાટ કોહલીએ IPLમાં જીતેલી મેચોમાં પોતાના 4000 રન પણ પૂરા કર્યા. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી IPL ઈતિહાસમાં જીતેલી મેચમાં 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ ખેલાડી આ સ્થાન સુધી પહોંચી શક્યો ન હતો.

IPLમાં જીતેલી મેચોમાં સૌથી વધુ રન
4039 રન – વિરાટ કોહલી*
3945 રન – શિખર ધવન
3918 રન – રોહિત શર્મા
3710 રન – ડેવિડ વોર્નર
3559 રન – સુરેશ રૈના

વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન પોતાની T20 કારકિર્દીમાં 12500 રનનો આંકડો પણ સ્પર્શ કર્યો હતો. વિરાટ T20 ક્રિકેટમાં 12500 કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા માત્ર ક્રિસ ગેલ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.

Exit mobile version