IPL

કુમાર સંગાકારા: આ આસામનો ખિલાડી ભવિષ્યમાં ભારતીય ટીમમાં હશે, ખાસ દમ છે

આ ખેલાડી ભારતીય ક્રિકેટમાં ફાળો આપી શકે તેવી ઘણી સંભાવનાઓ છે…

 

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સનો દેખાવ સારો રહ્યો નથી. ટીમે 7 માંથી માત્ર 3 મેચ જીતી છે. પરંતુ રાજસ્થાન ટીમમાં રમતા ઘણા ખેલાડીઓએ શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાને પ્રભાવિત કર્યા હતા, જેમાંથી રાયન પરાગ પણ એક છે. કુમારે પરાગની પ્રશંસા કરતા કહ્યું કે આ ખેલાડી ભારતીય ક્રિકેટમાં ફાળો આપી શકે તેવી ઘણી સંભાવનાઓ છે.

સંગાકારાએ રાજસ્થાન રોયલ્સના વેબિનારમાં ટીમ સેટઅપમાં યુવાનો વિશે વાતચીત દરમિયાન કહ્યું કે, અમારા માટે રાયન પરાગ ખૂબ જ ખાસ ખેલાડી છે. મને લાગે છે કે તેની પાસે ફક્ત રોયલ્સમાં જ નહીં, પણ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટમાં ફાળો આપવાની વિશાળ સંભાવના છે. તેણે કહ્યું કે આ વિશેષ પ્રતિભાને સંભાળ, પોષણ અને વિકાસની જરૂર છે.

આ સમય દરમિયાન, તેણે ચેતન સાકરીયાની પ્રશંસા કરી, જેણે રાજસ્થાન તરફથી તેની પ્રથમ મેચમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી અને આઈપીએલની શોધ વર્ણવી હતી.

Exit mobile version